ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ વ્યારા ખાતે તાપી પોલીસ દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી-વ્યારા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ડી.એસ. ગોહિલ પોલીસ ઇન્સપેકટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સુચના મુજબ ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ વ્યારાના પ્રિન્સીપાલશ્રી એ.આર. ગામીત સાહેબના સહયોગથી માસના પ્રથમ બુધવાર “સાયબર જાગૃતિ દિવસ” અનુસંધાને સાયબર ક્રાઇમ અવેરનેશનુ આયોજન કરવામાં આવેલ. જેમા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઇ.ડી. દેસાઇ તથા હે.કો. હરપાલસિંહ ઝાલા તથા વુ.પો.કો નિલાબેન ગામીત હાજર રહ્યા હતાં. કોલેજના ૧૧૭થી વધુ વિધાર્થીઓએ આ સેમીનારમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ સેમીનારમાં પો.સ.ઇ. આઇ.ડી. દેસાઈએ સાયબર ક્રાઇમને લગતા બનાવો અંગેની વિધાર્થીઓને રૂપરેખા આપી અને હાલમાં બનતા સાયબર બુલીંગ, સોશિયલ મિડિયા સંબંધિત ફ્રોડ, ફાનાન્સીયલ ફ્રોડ, જોબ ફ્રોડ, હેકિંગ, ડેટા થેફટ, ફિશીગ, ઇ-મેઇલ સ્પુફિંગ વિગેરે બાબતે બનતા ગુનાઓ તેમજ તેનાથી કઇ રીતે સાવચેત રહેવુ. ભોગ બન્યા હોય તો તાત્કાલીક ધોરણે કેવા કેવા પ્રકારના પગલા લેવા તે અંગેની સંપુર્ણ માહિતી વિધાર્થીઓને આપી હતી. આ સાયબર ક્રાઇમના બનતા બનાવો અટકાવવા તેમજ તે અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે માટે કોલેજના વિધ્યાર્થીઓને સાયબર વોલન્ટીયર બનવા આહ્વાન કરી પ્રોગ્રામની પુર્ણાહુતિ કરાઈ હતી. લોકોમાં ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન બાબતે અવેરનેશ આવે તે માટે પેમ્પ્લેટ વિતરણ કરાયા હતાં.
આ સેમીનારમાં સહયોગ આપવા બદલ હાજર રહેલ, શ્રી ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ વ્યારાના પ્રિન્સીપાલશ્રી, અધ્યાપકોનો તેમજ પોલીટેકનીક કોલેજ દ્રારા સાયબર જાગૃતિ દિવસના કાર્યક્રમને હાજર રહી સફળ બનાવવા બદલ તાપી-જીલ્લા પોલીસે જાહેર આભાર વ્યકત કર્યો હતો.