ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા અને હેલ્થ સેન્ટર વ્યારાના સંયુક્ત ઉપક્રમે ધો. 9 થી 12ની વિદ્યાર્થીનીઓને માસિક સ્ત્રાવ, હેલ્થ હાયજીન અને ગુડ ટચ બેડ ટચ વિશે ઊંડાણપૂર્વક માહિતી અપાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા અને હેલ્થ સેન્ટર વ્યારાના સંયુક્ત ઉપક્રમે દક્ષિણાપથ વિદ્યાલયમાં ભણતી ધો. 9 થી 12 ની 120 બાળાઓને માસિક સ્ત્રાવ, હેલ્થ હાયજીન અને ગુડ ટચ બેડ ટચ વિશે હેલ્થ સેન્ટરના ડો. ભાવેશભાઈ પટેલ, ડો. ભક્તિબેન, ડો.પ્રિયંકાબેન તથા કાઉન્સિલર ડો.મૈસુદાબેન જિલ્લા પંચાયત કચેરી તાપીના આરોગ્ય નિરીક્ષક રાજેશભાઈ શેઠ ના દ્વારા તથા પ્રોજેક્ટર ના માધ્યમથી ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી, જેમાં ઈનરવ્હીલનાં પ્રમુખ મીનાક્ષીબેન શાહ સેક્રેટરી ફાલ્ગુનીબેન રાણા તથા ક્લબના સભ્યો હાજર હતા. સંપૂર્ણ કાર્યક્રમનુ સંચાલન દિપાલીબેન શાહે કર્યું હતું.