બોલેરો પીકઅપમાં પ્લાસ્ટીકની થેલીઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારને સોનગઢ પોલીસે ₹ 8.32 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો : એક વૉન્ટેડ જાહેર કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝર તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પો.સ્ટે.ની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસને મળેલ બાતમી આધારે વોચમાં રહીને બોલેરો પીકઅપ જેનો રજીસ્ટ્રેશન નંબર.MH-18-BG-2412માં પ્લાસ્ટીકની ખાલી થેલીઓની આડમાં એક ઇસમને ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂ સીલબંધ કુલ બોટલો/ટીન બીયર, બોક્ષ નંગ-૮૮, બોટલ/ટીન નંગ-૨૪૧૨ (કુલ લીટર.૭૯૪.૦૪) જેની કુલ કિં.રૂ.૪,૨૨,૪૦૦/-, મત્તાના મુદ્દામાલ મળી કુલ્લે ₹ ૮,૩૨,૪૦૦/-ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. જે બાબતે સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ કરવામા આવેલ છે તથા મુદ્દામાલ મંગાવનાર/ તથા મુદ્દામાલ પુરો પાડનાર એક ઇસમને વોટેડ જાહેર કરેલ છે. આ બાબતે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.આર. પટેલ, સોનગઢ પો.સ્ટે.કરી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
1. મનોજભાઇ જયદેવભાઇ પાટીલ ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવર હાલ રહે.બ્લોક નં.૨૩,૨૪,૨૮ ગ્રીન પાર્ક,હલદરૂ ગામ તા.કામરેજ જી.સુરત મુળ રહે.ઘરણગાંવ તા.ઘરણગાંવ જી.જલગાંવ(MH).
વોટેડ આરોપીના નામ સરનામા:-
2. ધીરજ ચતુર પાટીલ હાલ રહે ગ્રીન પાર્ક,હલદરૂ ગામ, તા.કામરેજ,જી.સુરત મુળ રહે.મોન્ધાલે, તા.પારોલા રૂરલ જી.જલગાંવ (महा.).
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
1. કે.ડી.મંડોરા, પોલીસ ઇન્સપેક્ટર,
2. એ.સી. ચૌધરી, પો.સબ.ઇન્સ,
3. કે.આર. પટેલ, પો.સબ.ઇન્સ,
4. UHC દશરથભાઇ ભુપતભાઇ
5. UHC વિપુલભાઇ હરગોવનભાઇ
6. AHC પ્રવિણભાઇ ભરતભાઇ
7. UPC, રાજુભાઇ જીણાભાઇ
8. UPC રાજીશભાઈ ગોપાળભાઇ.