ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું
ઝડપણ, કાલીજામણ, વેલાવિઆબા, ઉચવાણ, બીજલવાડીમાં વિતરણ થયું….
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉમરપાડા તાલુકાના પાંચ ગામોમાં જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું.. સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર એમ.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ માંગરોળના માર્ગ અને મકાન વિભાગ કચેરી ના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષ ભાઈ પટેલ તેમજ સ્ટાફના સભ્યો ઈજારદારો ના સહયોગથી ચોખા. ઘઉંનો લોટ. મગની દાળ. શાકભાજી. તેલ. મસાલા ની. કુલ 50 કિત તૈયાર કરી ઉમરપાડા તાલુકાના ઝરપણ કાલીજામણ ઉચવાણ. વેલાવી આંબા કેવડી બીજલ વાળી ગામના જરૂરિયાત મંદ લોકોને માંગરોળ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષ ભાઈ પટેલના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું