વાંકલના સાંઈ યુવક મંડળ ગરીબોની વહારે આવી માનવતા મહેકાવી
લોકડાઉનના ૨૦ દિવસમાં ૬,૦૦૦ લોકોને તૈયાર ભોજન આપી જરૂરિયાત મંદને હજારો કિટ વિતરણ કરવામાં આવી
( નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના સાંઈ યુવક મંડળ છેલ્લા ૨૦ દિવસમાં હજારો લોકોને જમાડી અનાજ કીટ નું વિતરણ કરી સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંઈ યુવક મંડળના સેવાભાવી પ્રમુખ ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા ના નેતુત્વ હેઠળ યુવા મંડળ લોકડાઉન ના સમયે સેવા યજ્ઞનો પારંભ કર્યો હતો જેમાં 1000 માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું વાંકલ ની પાનેસ વર દૂધ મંડળી ના સહયોગથી યુવક મંડળના સભ્યો એ શેરડી કાપતા મજૂરો ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતા મજૂરો તેમજ વાંકલ અને આસપાસના ગામોના જરૂરિયાત મંદ લોકોને સાત દિવસ એક ટાઈમ તૈયાર ભોજન પોરૂ પાડ્યું હતું જેનો 6000 જેટલા લોકો એ લાભ લીધો હતો શહેરો માથી પગપાળા આવતા હજારો મજૂરો ને જમવાનું. ચા. નાસ્તો. સહિતના સેવાઓ મંડરે કરી હતી તારીખ 18થી20 દરમિયાન ગામના 50જેટલા પરિવારોને ઘર બેઠા શાકભાજી અનાજ ની કીટ નું વિતરણ કર્યું હતું તારીખ ૨૨મીના રોજ વાંકલ ગામ ના 650 પરિવારો જેઓની રોજગારી હાલ બંધ છે તેવા પરિવારોને સાઈ મંદિર વાંકલ ખાતે તેલ શાકભાજી ની કીટ નું વિતરણ મંડળના પ્રમુખ અને સભ્યોએ કહ્યું હતું