હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

ગુરુ- મુર્શીદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનાં સેતુને મજબૂત કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણિમા : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં મોટામિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યાં હતાં.
કોમી એકતા, ભાઈચારો, માનવસેવા, વ્યસનમુક્તિ, શિક્ષણ મેળવો, ઘેર ઘેર વૃક્ષો વાવો, ઘેર ઘેર ગાય પાળો તથા ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમનાં સુપુત્ર અને અનુગામી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતાં.
વર્ષોની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમાનાં દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ- મુર્શીદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરૂપૂર્ણિમા. એકવીસમી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ. જીવનમાં ગુરૂ-પીર-મુર્શીદ કે માર્ગદર્શકનું સાંનિધ્ય આવશ્યક છે, જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે. આજનાં દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઇએ. આ તકે સૌ અનુયાયીઓને કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકવા, વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘેર-ઘેર સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *