માંગરોળ તાલુકાના ઝંખવાવના સેવાભાવી મુસ્તાક ભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે જેને લીધે તકેદારી ના ભાગ રૂપે 4સ્લીપ મેટ્રેસ ના માલિક મુસ્તાક ભાઇ મુલતાની દ્વારા ફ્રી માં માસ્ક નુ વિતરણ પણ કરાયું હતું. અને હવે સૅનેટાઇસ કરી કલગી માં એક મોરપીંછ ઉમેરવાનું કાર્ય કર્યું છે. તેમના દ્વારા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝંખવાવ, ચેકીંગ નાકુ ચાર રસ્તા પર, આઉટ પોસ્ટ પોલીસ ચોકી, બેંક ઓફ બરોડા, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, ગ્રામ પંચાયત અને બે એ. ટી. એમ. ને અઠવાડિયા માં બે વાર સેનિટાઇસ કરવા માં આવશે. ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના દર્દી નજરે પડી રહ્યા છે જેને કારણે સૅનેટાઇસ કરવું ખૂબ જ આવશ્યક છે. ઝંખવાવ ના ગ્રામજનો એ તેમનો આભાર માન્યો હતો.