ઉચ્છલના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

0
IMG-20240726-WA0001
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વોન્ટેડ આરોપીની તપાસ કરવા માટે વલસાડ જીલ્લાના વાપી ખાતે ગયેલા હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી આધારે વાપી ટાઉન કોળીવાડ કિશાન ટ્રાન્સપોર્ટ સામેથી ઉચ્છલ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો- ફરતો આરોપી- મંગેશ ઉર્ફે ચેતન વિજયભાઇ પાટીલ રહે.ગામ-હનુમંત ખેડી થાના પારોલા જી.જલગાવ મહારાષ્ટ્રને ગઈકાલ તા.૨૫/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા હે.કો. ધર્મેશભાઈ મગનભાઇ તથા પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other