જેઠ સાથે પ્રેમ સંબંધ છે એવું કહી જેઠાણી હેરાનગતિ કરતાં પરણીતાએ 181 હેલ્પલાઇનની મદદ માંગી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાંથી એક પરિણીત મહિલાનો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના જેઠ સાથે પ્રેમ સંબંધ છે. એવું જેઠાણી કહી હેરાનગતિ કરે છે. જેથી તાપી અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાઉન્સેલીગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ પરિણીતા તેમના પતિ સાથે મજુરીકામ કરી ગુજરાત ચલાવે છે. અને તેમની બે છોકરીઓ છે. પિડીત બેનને તેમની જેઠાણી જેઠ સાથે શકવહેમ કરી ઘરમાં આવી અપશબ્દો બોલી મારપીટ કરવાની ધમકી આપે છે. આજરોજ પીડિત બેનને તેમની જેઠાણી મોબાઈલ પરથી વાતચીત કરે છે. એવું કહી ઘરમાં લડાઈ ઝઘડો કરવા માટે આવેલ જેથી પીડિત બહેને 181 ની મદદ લીધી હતી. જેથી આ બાબતે પીડિત બહેને તેમની જેઠાણી ને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ વારંવાર તે બાબતને લઈને ઘરે લડાઈ ઝઘડો કરવા માટે આવતી હોવાથી ૧૮૧ની ટીમ દ્વારા બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરી સમજાવતા સામા પક્ષોએ પોતાની ભૂલ સ્વીકારી હવે પછી આ બાબતે કોઈપણ લડાઈ ઝઘડો કરીશું નહીં અને સારી રીતે રહીશું જેની લેખિતમાં બાંહેધરી આપતા પીડિત બહેને પણ સામા પક્ષને એક મોકો સુધારવા માટે આપવા માંગતા હોવાથી આગળની પોલીસ કાર્યવાહી કઈ કરવી ન હોવાથી સ્થળ પર બંને પક્ષોની મરજીથી સમાધાન કરતા પરણીતાએ અભયમ ટીમનો ખુબ આભાર માન્યો હતો.