ઉનાઈ રેંજના રાત્રી પેટ્રોલીંગ દરમિયાન ખોટી નંબર પ્લેટ વાળી પિક-અપ વાન ઝડપાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫- નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા વન વિભાગ વનસંરક્ષણ માટે કટીબધ્ધ છે. જંગલોને બચાવવા માટે સમગ્ર વન વિભાગ રાત્રિ પેટ્રોલીંગ જેવી સઘન કાર્યવાહી હાથ ધરે છે. રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.જી.દવે ના નેતૃત્વમાં રાત્રી પેટ્રોલીંગ દરમિયાન વન ગુનામાં ખોટી નંબર પ્લેટ GJ 19 X 8161 ધરાવતી એક બોલેરો પીક-અપ વાન ઝડપાઈ છે. આ વાહનના માલિક/ડ્રાઈવર તથા ગામનું નામ વિગેરે ની માહિતી જે કોઈ આપશે તેને વન વિભાગ દ્વારા યોગ્ય ઈનામ આપવામાં આવશે.વાહનની માહિતી ઉનાઈ રેંજ ઓફિસરને આપવી. ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે સહકાર આપવા ઉનાઈ રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.જી.દવે એ અપીલ કરી છે.
૦૦૦૦૦૦૦૦