તાપી જિલ્લાના ૨૮૦ આપદા મિત્રો ને વ્યારા ખાતે રીફ્રેશર તાલીમ અપાઈ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર દ્વારા કુદરતી આપત્તિ સમયે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી પુર બચાવ, પ્રાથમિક સારવાર, આગ સલામતિ, રાહત વિતરણ, સ્થળાંતર, રસ્તા ખુલ્લા કરવા તથા NDRF, SDRF ને મદદ જેવી તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમાર્થીઓ માટે રીફેશરની તાલીમ આવશ્યક હોઈ જિલ્લા સેવા સદન વ્યારા ખાતે આજરોજ ૨૮૦ જેટલા જીઆરડી, હોમગાર્ડઝ અને આપદા મિત્રોને તાલીમ આપવામાં આવી હતી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૫- ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર સૂચના મુજબ જે જે આપદા મિત્રોએ ગાંધીનગર દ્વારા બાર દિવસની તાલીમ મેળવેલ હતી. તેઓ માટે ચોમાસુ 2024 ના ભાગરૂપે જિલ્લા કક્ષાએ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ ના માર્ગદર્શન હેઠળ વ્યારા ખાતે એક દિવસની રીફ્રેશર તાલીમ આજે તા. 25/07/2024 ના રોજ જિલ્લા સેવા સદન બ્લોક નં.૧૨ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે આપદા મિત્રો માટે કુદરતી આપત્તિ સમયે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી પુર બચાવ,પ્રાથમિક સારવાર, આગ સલામતિ,રાહત વિતરણ,સ્થળાંતર, રસ્તા ખુલ્લા કરવા તથા NDRF, SDRF ને મદદ કરવી જેવી કામગીરી કરવાની રહે છે. તાપી જિલ્લાના આપદા મિત્રોને અગાઉ તાલીમ આપી સુસજ્જ કરાયા હતા. આ તાલીમાર્થીઓ માટે રીફેશરની તાલીમ આવશ્યક હોઈ જિલ્લા સેવા સદન વ્યારા ખાતે આજરોજ ૨૮૦ જેટલા જીઆરડી,હોમગાર્ડઝ અને આપદા મિત્રોને તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગ, મામલતદારશ્રી ડિઝાસ્ટર, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તથા જિલ્લા ડિઝાસ્ટર ટીમ તેમજ એસડીઆરએફ ટીમ ફાયર વિભાગ રેડ ક્રોસના અધિકારી તેમજ કર્મચારીશ્રીઓ એ ઉપસ્થિત રહી તાલીમને સફળ બનાવી હતી.
૦૦૦૦૦૦૦૦૦