માંગરોળમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ ખાતે કોરોના વાયરસની પી.પી.ઇ. કીટનું વિતરણ કર્યું

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ સિંહ રાઠોડ સહિતના આગેવાનોએ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓને કોરોનાવાયરસ સામેના રક્ષણ માટેની. પી પી ઈ કીટ નુ વિતરણ કર્યું હતું હાલમાં કોરોનાવાયરસ ની વિશ્વ વ્યાપી મહા મારી ચાલી રહી છે ત્યારે પોતાના જીવના જોખમે મહા મારી સામે લોકોના જીવ બચાવવા સતત લડી રહેલા કોરોના વારિયસ . ડોક્ટરો નર્સ. સફાઈ કામદાર. પોલીસ કર્મચારી. 108 ના કર્મચારી તેમજ સરકારના વિવિધ વિભાગના. કર્મચારીઓ અને પત્રકારો ની કામગીરીને બિરદાવવા ને લાયક હોવા થી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ સિંહ રાઠોડ તેમજ માંગરોળ તાલુકાના પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત.. માંગરોળ તાલુકાના પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ ચૌહાણ. સહિત ભાજપ સંગઠનની ટીમ દ્વારા માંગરોળ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન થયું હતું આ પ્રસંગે દિલીપસિંહ રાઠોડે જણાવ્યું કે અમારા નવચેતના જનસેવા ટ્રસ્ટ તરસાડી દ્વારા અગાઉ 100000 માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોરોનાવાયરસ સામે હાલની જરૂરિયાત મુજબ કોરોનાવાયરસ સામે લડતા વોરિયર્સ માટે પી.પી.ઇ.કીટ ની ખૂબ જ જરૂર હોવાથી અમે સુરત જિલ્લા માં 3000 જેટલી કી ટો આપવાનું આયોજન કર્યું છે. તેવી માહિતી આપી હતી ત્યારબાદ તમામ આગેવાનોએ ડોક્ટર. લેબ ટેકનીસિયન. સફાઈ કામદાર. સરકારી અધિકારીઓ. 108 ના કર્મચારીઓ. પત્રકારોની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર કર્મચારી સહિત તમામને દિલીપ સિંહ રાઠોડ ના હસ્તે. પી.પી.ઇ.કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવી ના પ્રાંત અધિકારી રબારીએ પી.પી.ઇ.કીટ નું વિતરણ કરી સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે હાલમાં કોરોનાવાયરસ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વકરી રહ્યો છે ત્યારે લોક ડાઉન સહિત સરકારી તંત્રની સૂચનાનો પાલન લોકોને કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત ના પ્રમુખ જગદીશભાઈ ગામીત. ધર્મેન્દ્ર સિંહ મહિડા.. શૈલેન્દ્રસિંહ આલોજા મુકુંદભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other