સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાપી જિલ્લાનાં પોલીસ સ્ટેશનોમાં પડતર રહેલા વાહનોની હરાજી કરી નિકાલ કરાયો : હરાજીનાં રૂપિયા ૬,૫૧,૦૦૦/- સરકારશ્રીમાં જમા કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમવીર સિંધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં પોલીસ સ્ટેશનો ખાતે પડતર વાહનોના નિકાલની કાર્યવાહી આયોજનબધ્ધ અને કાયદાકીય જોગવાઇઓના પાલન સાથે તેમજ નામદાર સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને
શ્રી પી.જી. નરવાડે, નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગ, શ્રી આઇ.એન. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક, નિઝર વિભાગ તથા શ્રી જે.એસ. નાયક, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ મુખ્ય મથક, તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીનાઓ દ્વારા મુદ્દામાલ વાહન નિકાલ ઝુંબેશ દરમ્યાન મુદ્દામાલ વાહનોનું વર્ગીકરણ કરતા
તાપી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના કુલ-૧૫૫ વાહનો જે સી.આર.પી.સી. ૧૦૨, જી.પી.એકટ ૮૨(૨), એમ.વી.એકટ ૨૦૭ મુજબ ડીટેઇન તેમજ ફસ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ તથા પ્રોહીબીશન વગેરે ગુનામા કબજે લીધેલ વાહનો કાયદાકીય જોગવાઇઓના પાલન સાથે તેમજ નામદાર સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ તા.૨૩/૦૭/૨૦૨૪ ના જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણા રૂપિયા ૬,૫૧,૦૦૦/- સરકારશ્રીમાં જમા કરાવેલ છે.