માંગરોળમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું
આંબાવાડી, કંસાલી, જિનોરામાં વિતરણ કરવામાં આવ્યું
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી માંગરોળ તાલુકાના ૩ ગામોમાં જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના કાર્યપાલક ઇજનેર એમ.એસ . પટેલ. ના. માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકા ના માર્ગ અને મકાન વિભાગ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષ ભાઈ પટેલ તેમજ સ્ટાફના સભ્યો ઈજરદરોના સહયોગથી ચોખા. ઘઉંના લોટ. મગની દાળ. શાકભાજી. તેલ. મસાલા ની. કુલ 100 જેટલી કી ટો તૈયાર કરી હતી માંગરોળ તાલુકાના આંબાવાડી. કંસાલી. જીનોરાં ગામના જરૂરીયાત મદ લોકોને માંગરોળ તાલુકાના માર્ગ અને મકાન ના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષ ભાઈ પટેલ અને સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા ના હસ્તે અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું