ડોલવણના પંચોલ ગામેથી જુગાર રમતા છ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે આજરોજ અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, “ ડોલવણ પો.સ્ટે. વિસ્તારમાં પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયામાં આમલીના ઝાડની લાઇટના અંજવાળે કેટલાક ઇસમો પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) નિલેશભાઇ ભગુભાઇ ગામીત ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે, મગરકુઇ ગામ ડુંગરી ફળીયા તા.વ્યારા જી.તાપી (૨) સુનિલભાઇ સૈયદભાઇ ગામીત ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.પંચોલ ગામ પારસી ફળીયા તા.ડોલવણ જી.તાપી (૩) સમીરભાઇ નરેશભાઇ ગામીત ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી (૪) જીતેન્દ્રભાઇ છોટુભાઇ ગામીત ઉ.વ.૩૬, ધંધો મજુરી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી (૫) આશેન્દ્રભાઇ દિલીપભાઇ ગામીત ઉ.વ.૩૪ ધંધો ખેતી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી (૬) વિનોદભાઇ કુમાદભાઇ ગામીત ઉ.વ.૩૮ ધંધો.ખેતી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી ભ ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા-૧,૨૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા-૧૦,૧૭૦/- તથા પત્તા પાના નંગ-પર ની કિં.રૂ-૦૦/- તથા ત્રણ નંગ મોબાઈલની કિં.રૂ.૪,૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૫,૮૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પોપો.સ.ઈ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી તથા અ.હેડ.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા પો.કોન્સ. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન, પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.કો.ધનંજયભાઇ ઇશ્વરભાઈ તથા પો.કો. હસમુખભાઇ વીરજીભાઈએ કામગીરી કરેલ છે.