સુરત જિલ્લાનાં ભેંસાણ કેન્દ્ર આંગણવાડીનાં બાળકોને બેન્ક ઓફ બરોડા તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી

0
IMG-20240720-WA0024
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજરોજ આંગણવાડીનાં ભેંસાણ કેન્દ્ર ખાતે બાળકોને બેન્ક ઓફ બરોડા તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ બેંકની સ્થાપના 20 જુલાઈ 1908 નાં દિવસે ગુજરાતનાં દેશી રાજ્ય વડોદરા (બરોડા)માં કરવામાં આવી હતી. આ બેંકનું અન્ય 13 મુખ્ય વ્યાપારી બેન્કો સાથે 19 જુલાઈ 1969 નાં દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ માહિતી ચોર્યાસી તાલુકાનાં પીએચસી ઇન્સ્પેક્ટર કૌશિકા પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ તકે આંગણવાડીનાં કાર્યકર બહેનો વતી તેમણે બેન્ક ઓફ બરોડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other