સસરા તથા પતિ દ્વારા 5 વર્ષનાં દિકરા ને મળવા ન દઈ તેમજ સાસરીમાં રહેવાની ન દેવાતા આખરે તાપીની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે સાસરીમાં મહિલાને સ્થાન અપાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના એક ગામમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ઉપર એક મહિલાનો કોલ આવતાં જણાવેલ કે, તેમની એક મહિનાની દિકરી છે અને 5 વર્ષનો દિકરો છે. બહેન થોડા મહિના પહેલાં તેમના પતિનાં વહેમ કરવાના કારણે તથા હાથ ઉપાડતા હોવાને કારણે પિયરમાં રહેવા જતા રહ્યા હતા, મહિલા બહેન પ્રેગનેન્ટ હતાં માટે તેઓ ત્રણ મહિના પહેલાં ફરી સાસરીમાં રહેવા આવ્યા તો તેમનાં પતિ નહી સુઘરતા મહિલાના માતા પિતા તેમને પિયરમાં લઈ ગયાં અને મહિલાનું 5 વર્ષનું બાળક તેમના સાસરી પક્ષ પાસે જ હતું, મહિલા બહેન પિયરમાંથી તેમના દિકરાને મળવા આવતા ત્યારે તેમના સાસુ સસરા બાળક ને સંભાળી દેતા હતાં, થોડાં સમય પછી મહિલા બહેનની ડિલિવરી થઈ ત્યારે તેમણે તેમના પતિ ને જાણ કરી હોવા છતાં તેમના પતિ તેમને હોસ્પિટલમાં માં મળવા કે બાળક ને જોવા ન આવ્યાં, પંદર દિવસ પછી મહિલા બહેન તેમનું બાળક લઈને આવ્યા તો તેમને સાસરીમાં આવવા ના પાડી દીધી, ફરી બીજીવાર મહિલા બહેન તેમના પિયર પક્ષ જોડે તેમનાં પાંચ વર્ષનાં બાળકને લેવા આવ્યા તો તેમના સાસરી પક્ષે બાળકને સંતાડી દઈ મહિલા બહેન જોડે તથા તેમના માતા પિતા જોડે ઝઘડો કરવા લાગ્યા અને બંને પક્ષ સામે સામે હાથ ઉપાડવા ઉભા થઈ ગયા હતા. માટે મહિલા બહેન દ્વારા અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરવામાં આવ્યો હતો.
તાપી ની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર જઈ બંને પક્ષનું કાઉન્સેલીગ કરી, કાયદાકીય માહિતી આપેલ, મહિલા બહેન જણાવતાં હતાં કે તેમને સમાધાન કરી તેમના બંને બાળકો જોડે સાસરીમાં રહેવા માગતા હોવાથી ટીમ દ્વારા મહિલા બહેનના સાસુ સસરા અને પતિને સમજાવ્યા. મહિલા બહેનને તેમના બાળકોથી અલગ ના રાખી શકાય તેમ સમજણ આપી કાયદાનું ભાન કરાવેલ. તથા આગળની બધી વાતો ભૂલી નવી શરૂઆત કરી રહેવા જણાવેલ તેમના બાળકોનું વિચારવા જણાવેલ. મહિલા બહેનના પતિ તથા સસરા સમજવા માંગતા તથા મહિલા બહેન પર હવે પછી વહેમ નહીં કરે તથા બંને બાળકોનું ધ્યાન રાખી, જોડે રહેવા જણાવતાં તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર સમાધાન કરાવેલ છે.