આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે તાપી જીલ્લા પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી’ થીમ આધારિત ભવ્ય અવેરનેશ સેમીનાર યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તાપી-વ્યારા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના પ્રિન્સીપાલ શ્રી ખરવાસીયા સાહેબના સહયોગથી “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી”ના શિર્ષક હેઠળ એક ભવ્ય સેમીનારનુ આયોજન કરવામાં આવેલ. જેમા કોલેજના ૩૦૦ થી વધુ વિધાર્થીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

જેમા તાપી-વ્યારા જીલ્લા પોલીસના વ્યારા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી. નરવાડે સાહેબ દ્વારા વિધાર્થીઓને “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” તેમજ અમલમાં આવેલ ત્રણ નવા કાયદાઓ અંગેની સમજ આપી હતી. ત્યાર બાદ એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી કે.જી લીમ્બાચીયા સાહેબે NDPS અને વ્યસન મુક્તિ અંગે વિધાર્થીઓને વાફેક કર્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી વી.કે. પટેલ સાહેબે વિધાર્થીઓને હાલમાં બની રહેલ અલગ અલગ પ્રકારના સાયબર ફ્રૉડથી બચવા માટે કેવી રીતે મોબાઇલ તેમજ અન્ય ડીઝીટલ ડીવાઇસમાં ઇન્ટરનેટનો કઇ રીતે સાવચેતી પુર્વક ઉપયોગ કરવો તેની ઉંડાણ પુર્વક સમજ આપી અને જો સાયબર ફોડનો ભોગ બને તો કેવા પ્રકારના તાત્કાલીક પગલા લેવા તેની સમજ આપી હતી તેમજ સાયબર વોલેન્ટીયર બની જાગૃત નાગરીક તરીકે ફરજ અદા કરવા આહવાન કરાયું હતું જેને વિધાર્થીઓએ વધાવી લીધુ હતું, તેમજ મહીલા પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.બી. શેખએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થીનીઓને મહીલાઓ પર બનતા અત્યારના બનાવોનો ચિતાર આપી આવા પ્રકારના બનાવો બનતા અટકે તે માટે જરૂરી સાવચેતી તેમજ તેના અનુસંધાને લેવાના થતા પગલાઓ બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

આ પ્રસંગે જીલ્લામાં ટ્રાફીક બ્રાંચ તરફથી જીલ્લામાં ટ્રાફીક નિયમો બાબતે અવેરનેશ આવે તે માટે ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા અપીલ કરાઈ હતી તેમજ તેનાથી થતા ફાયદા -ગેરફાયદા વિષે વિધાર્થીઓને અવગત કરવામા આવ્યા હતા.

આ સેમીનારમાં સહયોગ આપવા બદલ હાજર રહેલ, શ્રી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના પ્રિન્સીપાલશ્રી, વાઇસ પ્રિન્સીપાલશ્રી, અધ્યાપકોનો તેમજ કોલેજ ટ્રસ્ટ દ્રારા પોતાનો આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથેનો વાતાનુકુલીત ઓડીટોરીયમ હોલ આ સેમીનારમાં ફાળવી આપવા બદલ તાપી-જીલ્લા પોલીસ જાહેર આભાર વ્યકત કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *