રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી વ્યારાના કાર્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પરમીટ વગરના ઇમારતી ખેરના લાકડા ગેરકાયદેસર રીતે વાહતુક કરતી ટાવેરા ઝડપાઇ

Contact News Publisher

ડ્રાયવર સહિત ખેરના ૩૨ નંગ, મુદ્દામાલ અને વાહનની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૩,૪૬૭/- જપ્ત કરાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૧ નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારાની સઘન પેટ્રોલીંગની સુચનાઓ અન્વયે મદદનીશ વન સંરક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી દ્વારા વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં તા.૧૧-૦૭-૨૦૨૪ ના રોજ રેંજ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરતા વડપાડા ગામની પ્રાથમિક શાળા પાસે આશરે રાત્રે ૧.૫૦ કલાકે શંકાસ્પદ વાહન નિકળતા સરકારી વાહન દ્વારા પીછો કરતા વડપાડાથી ચીચબરડી થઇ લખાલી ત્રણ રસ્તા પર વાહનને ઉભું રાખતા તેમાં તપાસ કરતા વાહનમાં બિન પાસ પરમીટ વગરનો છોલેલો ઇમારતી ખેર ગેરકાયદેસર રીતે મળી આવતા વાહતુક કરતા ટાવેરા વાહન નં. GJ-15-BB-1592 જે ખેર મુદ્દામાલ નંગ ૩૨, જેનું ઘ.મી.૧.૦૦૫ મુદ્દામાલ સાથે ડ્રાયવર સહિત વાહનની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૩,૪૬૭/- જપ્ત કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other