વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૧૧ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો હતો.તાલીમમાં ફાર્મર ટ્રેનર અને અત્મા વિભાગના ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી અને માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી.
તેમજ પ્રાકૃતિક ખેતીનાં પાંચ આયામો જેવા કે જીવામૃત, બીજામૃત,ઘનજીવામૃત,આચ્છાદન વાફસા તેમજ જંતુનાશક અસ્ત્રો બનાવી ખેડૂતો તેનો ખેતીમાં ઉપયોગ કરે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.તેમજ લાઇવ ડેમોટ્રેશન દ્વારા બીજામૃત બનાવાની પદ્ધતી પણ બતાવવામાં આવી હતી.
આમ તાપી જિલ્લામાં વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે આત્મા પ્રોજેક્ટ તાપી દ્વારા ક્લસ્ટ બેઝ પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ તાલિમો યોજવામાં આવી રહી છે.ખેડુતો પણ ઉત્સાહપુર્વક તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.
0000