ઉકાઇના પાથરડા ગામ ખાતે સી.આર.પી.એફ. જવાન કોસ્ટેબલ મુકેશકુમાર એમ. ગામીતનો સન્માન સમારોહ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સોનગઢ તાલુકાના ઉકાઇના પાથરડા ગામમાં જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પાથરડા ગામજનોના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ જવાન સી.આર.પી.એફ. કોસ્ટેબલ મુકેશકુમાર એમ. ગામીતને રાષ્ટ્રપતિ દ્વારા શોર્યચક્ર મેળવેલ છે તેમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.
જેમાં મુખ્ય મહેમાનશ્રી અમરશીંગભાઈ ઝેડ. ચૌધરી ( મમાજી સાંસદ સભ્ય), ઉકાઇ પોલીસ સ્ટેશનના psiશ્રી એ.આર. સૂર્યવંશી, તાપી જિલ્લાના માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો
ઉપ પ્રમુખશ્રી મુન્નાભાઈ ગામીત, મંત્રીશ્રી શૈલેષભાઈ ગામીત, વ્યારા તાલુકાના પ્રમુખશ્રી સમયેલભાઈ ગામીત તેમજ અન્ય હોદ્દેદારો, તેમજ ઉકાઇ ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી રોબિનભાઈ ગામીત, તલાટી મંત્રી શ્રી મીનાબેન ડામોર, ઉકાઇ ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી અંજનાબેન ગામીત, ઘોડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જેસનીબેન, ભીમપૂરા જિલ્લા પંચાયતના સભ્યશ્રી બોબિનભાઈ ગામીત, નાની ખેરવાણ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનીલભાઈ ગામીત, તેમજ પ્રકૃતિ એવોર્ડથી સમ્માનિત વિજયભાઈ ગામીત, જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ઉમેશભાઈ ગામીત, ટ્રસ્ટ ના સહ મંત્રીશ્રી હનોખભાઈ ગામીત, મનસુખભાઈ, સંદિપભાઈ ટ્રસ્ટના સભ્યશ્રીઓ તેમજ પાથરડા ગામના પ્રમુખશ્રી વિજયભાઈ ગામીત, પટેલ શ્રી કિરણભાઈ, srp સ્કૂલના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ ગામવાસીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનો શુભારંભ જવાન સી.આર.પી.એફ. કોસ્ટેબલ મુકેશકુમાર એમ. ગામીત, અમરસિંહભાઈ ઝેડ. ચૌધરી તેમજ ઉકાઇ પોલીસ સ્ટેશન psi શ્રી એ.આર. સૂર્યવંશીસાહેબ દ્વારા દિપ પ્રગટાવી, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથના કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો.