તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના અધિનિયમ ૨૫,૨૦૦૯ થી સ્થાપિત) ગાંધીનગર ખાતે ” Education and Aadivasis: A Comparative Exploration of Convent Schools and Ashram Schools in Gujarat ” વિષય પર મહાશોધ નિબંધ ગુજરાતની એક માત્ર સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત, શોધ નિર્દેશક પ્રોફેસર ડૉ. ધનંજય રાયના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રજૂ કર્યો અને યુનિવર્સિટીએ તેને માન્ય રાખી પીએચ.ડી.૨૦૨૪ ની પદવી જાહેર કરી છે. જે બદલ જીલ્લા વહીવટી તંત્ર,શિક્ષણ વિભાગ, કોલેજ પરિવાર અને ગામીત સમાજે ગૌરવની લાગણી અનુભવી અભિનંદન પાઠવ્યા હતા.
-૦૦૦-

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *