10 દિવસ દુકાનો બંધ રહેવાની અફવા ફેલાવનાર વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરૌતા વાયરસ coVID – 10 ને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જેના લીધે ભારત સરકારશ્રીએ દેશને લોક ડાઉન જાહેર કરેલ છે . અને કોઇપણ વ્યક્તિ કોરોના વાયરસ અંગેની કે , અન્ય કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે , સોશ્યલ મીડીયા મારફતે નહી ફલાવે તે અનુસંધાને મેં . તાપી જીલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય તેમ છતા તા . ૨૧ / ૪ / ૨૦૨૦ નાં રોજ સૌશ્યલ મીડીયામાં મેસેજ ફરતો થયેલ જે મેરોજમાં “ આવતી કાલથી ૧૦ દિવસ સુધી તમામ શાકભાજી અને ફળ ફલાદી ની દુકાન અને લારી . વાલોડ માં બંધ રહેશે , જેની તમામે નોંધ લેવી . ” તેવો મેસેજ ફરતો થયેલ જેથી આ બાબતે તપાસ કરતા કૌઇપણ સત્તા ધરાવતા અધિકારીશ્રીનાઓ આવી કોઇ કાયદેસરની જાહેરાત કરેલ હોવાનું જણાઇ આવેલ નહી અને આ અફવા ફેલાવતો મેસેજ સોશ્યલ મીડીયામાં મુકનાર વ્યક્તિની તપાસ કરતા આ મેસેજ મોબાઇલ નંબર : -82009 29608 ઉપરથી સેન્ડ કરેલ હોવાનું જણાઇ આવતા આ મોબાઇલ ઉપર કોલ કરતા પ્રદિપ ચૌધરી , વાલોડ ભવાણી ફળીયા ખાતે રહેતા વ્યક્તિએ રિસીવ કરતા જેથી પોલીસ જવાનો ભવાની ફળિયે જવા રવાના થયેલ અને વાલોડ ટાઉન ખાતેથી બે પંચોના માણસો બોલાવી પંચોના માણસોને સાથે રાખી વાલોડ ભવાની . ફળીયા , ખાતે પ્રદિપ ચૌધરીનાં ઘરે જતા એક ઇસમ હાજર મળી આવેલ જેનું પંચો રૂબરૂમાં નામ પુછતાં તેને પોતાનું નામ પ્રદિપભાઇ ઉર્ફે મુન્નો કનુભાઈ ચૌધરી ઉ . વ . ૩૩ રહે , વાલોડ ભવાની ફળીયું તા . વાલોડ જી. તાપીના હોવાનું જણાવેલ અને મોબાઇલ નંબર : – 82009 29608તે પોતે ઉપયોગ કરતો હોવાનું જણાવતો હોય જેથી તેને આ અફવા ફેલાવા મૅસેજ બાબતે પુછપરછ કરતા તે જણાવે છે કે , “ ફળીયામાં આવતા ફેરીયા એ આવી ખોટી હકિકત જણાવેલ જેની ખરાઇ કર્યા વગર મે પોતે અમારા ફળીયાના ઓલૂ એડમીન વૉટસએપ ગ્રુપમાં આ મેસેજ મુકેલ હતો , ત્યાર બાદ મને ફોન આવવા લાગતા મેસેજ ડિલીટ કરેલ હતો પરંતુ ત્યાર સુધી આ મેસેજ વાયરલ થઇ ગયેલ છે . ” તેવી હકિકત પંચો રૂબરૂમાં જણાવેલ જેથી આ પ્રદિપભાઈ ઉર્ફે મુન્નો નુભાઈ ચૌધરી એ ખોટી અફવા ફેલાવતો મેસેજ સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી સદરહુ ઇસમને પંચનામાની વિગતે અટક કરાયો છે . જેથી ઇ . પી . કો . કલમ ૧૮૮ મુજબનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશને નોંધાયો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *