સોનગઢમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમા મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરી કરતા આરોપીઓને ગણતરીના દિવસોમા મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી સોનગઢ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા. ૦૮/૦૭/૨૦૨૪ના રોજ સોનગઢમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમા મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરી થઈ હતી જે અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થથો હતો. જે ગુનામા ભારત સંચાર નિગમ લી.મી.(BSNL) ઓફીસના સ્ટોર રૂમમાં કુલ્લ-૩૨૧ કાર્ડ (ઈલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટ) ની કુલ્લે કિમંત રૂપિયા-૫૦,૧૦૦/- ના મત્તાની કોઈ અજાણ્યા ચોર માણસો બારી માથી ઓફીસમાં પ્રવેશ કરી ચોરી કરેલ હોય સદર મિલકત ચોરી બાબતે મે. I/C પો.ઇન્સ. શ્રી કે.ડી.મંડોરા, પો.ઇન્સ.એમ.એમ.ગીલાતર, પો.સ.ઈ. એસ.સી.ચૌધરી સોનગઢ પોલીસ સ્ટેશન તથા શ્રી એએન.જી પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ તથા એલ.સી.બી.ના પોલીસ માણસો સાથે વણશોધાયેલ ગુનાના કામે તપાસમા હતા તે દરમ્યાન પો.સ.ઈ.શ્રી એસ.સી. ચૌધરી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આ ચોરીમા ગયેલ મુદ્દામાલ સુરત ખાતે રહેતા (૧) હસન કદીર શૈયદ રહે, મિઠીખાડી લિંબાયત સુરતએ સોનગઢ થી ખરીદી કરી પોતાના ભંગારના ગોડાઉનમા છુપાવી રાખેલ છે. જે બાતમી આધારે તપાસ કરતા આ ચોરીમા ગયેલ મુદ્દામાલ મળી આવતા જે ખરીદનાર હસન કદીર શૈયદને પૂછપરછ કરતા આ મુદ્દામાલ સોનગઢ ખાતે રહેતા ભંગારવાળા (૨) મુકતારશા કાદરશા ફકીર (શાહ) રહે, રહે.સોનગઢ પાસેથી મેળવેલ હોય જેથી તેને આ ગુનાના કામે અટક કરી તેને આ ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આ ચોરીમા ગયેલ મુદ્દામાલ (૩) રોહીતભાઈ S/O રવીભાઇ મગનભાઈ ગોસ્વામી ઉ.વ.૨૦ રહે.શ્રીરામ નગર અંબે માતાના મંદિર પાસે સોનગઢ જી.તાપી (૪) પ્રેમભાઈ S/O અશોકભાઈ મહેતાભાઈ સીક્લીગર ઉ.વ.૧૮ રહે.મચ્છી માર્કેટ સોનગઢ તા.સોનગઢ, જી.તાપીએ આપેલ હતો, જેઓને ગુનાના કામે અટક કરતા તેઓએ બન્ને ભેગા મળી રાત્રીના સમય દરમ્યાન સોનગઢ ટાઉન ખાતે આવેલ B S N L ઓફીસમાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ચોરીની ઈલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટ કુલ- ૨૪૭, જેની આશરે કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- ના મુદ્દામાલ રીકવર કરી ઉપરોક્ત ચારેય આરોપીઓને સોનગઢ પોલીસ તથા એલ.સી.બી તાપી દ્રારા ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) હસન કદીર શૈયદ ઉ.વ.૩૮ રહે, ઘર નં.૪૭૫ ગલી નંવર-૪ આઝાદચૌક નુરાની મસ્જીદ પાસે મિઠીખાડી લિંબાયત સુરત

(ર) મુકતારશા કાદરશા ફકીર (શાહ) ઊ.વ. ૪૭ રહે, રહે.સોનગઢ, અલીફ નગર ટેકરા પાસે, તા.સોનગઢ જી.તાપી

(3) રોહીતભાઇ S/O રવીભાઈ મગનભાઈ ગોસ્વામી ઉ.વ.૨૦ રહે.શ્રીરામ નગર અંબે માતાના મંદિર પાસે સોનગઢ જી.તાપી

(૪) પ્રેમભાઇ S/O અશોકભાઈ મહેતાભાઇ સીકલીગર ઉ.વ.૧૮ રહે.મચ્છી માર્કેટ સોનગઢ તા.સોનગઢ, જી.તાપી

મળી આવેલ મુદ્દામાલ :-

ઈલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટ કુલ- ૨૪૭, જેની આશરે કુલ કિ.રૂ. ૩૮૦૦૦/-

શોધાયેલ ગુનાઓ :-

સોનગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. A પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૧૫૦૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ

ગુનાહીત ઇતિહાસ

આરોપી મુકતારશા કાદરશા ફકીર (શાહ)નાઓ વિરૂધ્ધ અગાઉ નોંધાયેલ ગુનાઓ

(૧) સોનગઢ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૨૦૮૪૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૮૦,૪૫૪ મુજબ

(૨) સોનગઢ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૩૧૯૫૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૮૦,૪૫૭,૪૧૧,૧૧૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

I/C પો.ઇન્સ. શ્રી કે.ડી. મંડોરા, પો.ઇન્સ.એમ.એમ. ગીલાતર, પો.સ.ઈ. એસ.સી. ચૌધરી સોનગઢ પોલીસ સ્ટેશન તથા શ્રી,એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયભાઇ, અ.પો.કો. રવિભાઈ મહેન્દ્રભાઇ, અ.પો.કો. દિપક્ભાઇ સેવજીભાઇ, અપો.કો. રાહુલભાઇ દિગબરભાઇ એલ.સી.બી તાપી તથા અ.પો.કો. પિયુષભાઇ રામુભાઇ, અ.પો.કો. અર્જુનભાઇ નારાયણભાઈ, અ.પો.કો. રાજીશભાઈ ગોપાળભાઇસોનગઢ પોલીસ સ્ટેશનએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *