સોનગઢ કિલ્લા પર આવતા ટુરીસ્ટોની તેમજ સોનગઢ ટાઉનમાં મોટર સાયકલોને ટાર્ગેટ કરીને છેલ્લા છ મહિનાથી ચોરી કરતા આરોપીને ફુલ- ૦૭ મો.સા. સાથે ઝડપી પાડી કુલ- ૦૬ ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, – સોનગઢ ટાઉન વિસ્તારમાં એક ઇસમ નામે સઇદ સલીમ ઘાંચી રહે.સોનગઢ પોતાના પાસે ચોરીની મો.સા. સાથે ફરે છે. જે મોટર સાયકલ કાળા કલરની ભુરા લાલ પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ છે અને જેના આગળ તથા પાછળ નંબર પ્લેટ નથી.” તેવી મળેલ બાતમી હકીકત આધારે સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર સાર્થક હોસ્પીટલ સામેથી આવતા સામે રેલ્વે સ્ટેશન તરફથી બાતમી મુજબનો એક વ્યકિત નંબર વગરની કાળા કલરની ભુરા લાલ પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને આવતો હોય જેના ઉપર શંક જતા વાહન ઉભુ રખાવી નીચે ઉતારી આ મો.સા.ની માલિકી બાબતે એની પાસે આધાર/પુરાવા માંગતા નહિ હોવાનુ જણાવતો હોય આ મો.સા. અંગે યુક્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને આ મો.સા. તેણે આશરે એકાદ મહિના પહેલા સોનગઢ કિલ્લા ઉપરથી ચોરેલ હોવાનું જણાવતા તથા અન્ય મોટર સાયકલ પોતાના ઘરે સંતાડેલ હોવાનું જણાવતા ચોરીની મોટર સાયકલ સાથે પકડાયેલ ઇસમ નામે સઇદ સલીમભાઈ ઘાંચી(વોરા) ઉ.વ.૩૮ ધંધો. મિકેનીક રહે. સોનગઢ દેવજીપુરા જુનાગામ પીપળ ફળીયુ તા.સોનગઢ જી.તાપીએ તાપી જીલ્લાના સોનગઢ કિલ્લા પર આવતા ટુરીસ્ટોની તથા સોનગઢ ટાઉન ખાતેથી ચોરી કરેલ ચોરીની મોટર સાયકલો કુલ- ૦૭, જેની આશરે કુલ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી કબ્જે કરી આરોપીને આજે તા.૦૮/૦૭/૨૦૨૪ ના રોજ અટક કરી સોનગઢ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

સઇદ સલીમભાઇ ઘાંચી(વોરા) ઉ.વ.૩૮ ધંધો.મિકેનીક રહે.સોનગઢ દેવજીપુરા જુનાગામ પીપળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) કાળા કલરની ભુરા લાલ પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેચીસ નં.-MBLHAW095K5F11388 નો તથા એન્જીન નં.- HA10AGK5F25751 કિ.રૂ.30,000/-

(૨) એક કાળા કલરની હોન્ડા કંપનીની યુનીકોર્ન મો.સા. ચેચીસ નં.- ME4AC311AH8131923 નો તથા એન્જીન નંબર.-AC31E80132011 કિ.રૂ. 30,000/-

(૩) એક ગ્રે કલરની ગ્રીન સિલ્વર કલરના પટ્ટાવાળી હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ ચેચીસ નંબર છેકી નાંખેલ હોય બરાબર વંચાતો નથી તથા એન્જીન નં.-HA10EGHM25527 નો છે. કિ.રૂ.15,000/-

(૪) એક કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ચેચીસ નં.- MBLHAW087K5A03527નો એન્જી. નં. HA10AGK5A22786 કિ. રૂ. 30,000/-

(૫) એક કાળા કલરની ભુરા લાલ પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ચેચીસ નં.- MBLHAR083H5H01613 નો તથા એન્જીન નં. HA10AGH5H03539 કિ. રૂ. 25,000/-

(૬) એક કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ચેચીસ નં.- MBLH10CGGHL89315 નો તથા એન્જીન નં.-HA10ERGHL88963 કિ.રૂ. 20,000/-

(૭) એક કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો મો.સા. ચેચીસ નં.- MBLHA 10A3DHM52343નો  તથા એન્જીન નં..-HA10ELDHM84422 કિ. રૂ. 20,000/-

નંબર વગરની હીરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાયકલ નંગ- ૦૬ તથા હોન્ડા યુનિકોન મો.સા. નંગ-૦૧ મળી કુલ- ૦૭ કિ. રૂ. 1,70,000/-

શોધાયેલ ગુનાઓ :-

(૧) સોનગઢ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૪૧૨૫૫/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ

(૨) સોનગઢ પો.સ્ટે. પાર્ટ A ગુ.૨.નં.- ૧૧૮૨૪૦૦૪૨૪૧૩૫૨/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ

(૩) સોનગઢ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૪૧૪૯૯/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ

(૪) સોનગઢ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૪૧૫૦૨/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ

(૫) સોનગઢ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૪૧૫૦૦/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ

(૬) સોનગઢ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૪૧૫૦૧/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંગ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, તથા અ.પો.કો. રોનકભાઇ સ્ટીવનસન તથા પો.કોન્સ. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા પેરોલ સ્ક્વોર્ડ, તાપીના અ.પો.કો. ધનજયભાઇ ઇશ્વરભાઇ તથા અ.પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ તથા પો.કો. વિનોદભાઇ ગોકળભાઈ સાસલાએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *