બોલેરો પીક-અપ વાનમા વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે કુલ રૂ. 5.4 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોડ તાપીનાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ કે, ‘મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકઅપ નં. MP-13-ZM-3651માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે. જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા તથા એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે નવાપુરથી સોનગઢ તરફ જતા જામકી ગામની સીમમાં આવેલ અરમાન હોટલના સામે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી પીકઅપ વાન આવતા જેમા તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ હોય જેમા ડ્રાઇવર આરોપી- (૧) શિવરામ લકડીયા ઠાકુર ઉ.બ.૩૦ ધંધો.ડ્રાઇવર રહે.રાયખેડા કુંજરવાદા તા.પાનસેમલ જી.બડવાની(MP) તથા ક્લીનર (૨) પવન જયસિંગ જાધવ ઉ.વ.૨૨ ધંધો.ક્લીનર. રહે.સુરાની પો.સ્ટ ચારરીયા તા.સેંધવા જી.બડવાની (MP) વગર પાસપરમીટે પોતાના કબ્જામા ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્ષ નંગ ૫૪ જેમા બાટલી નંગ-૨૦૧૬ જેની કુલ કિં.રૂ. ૧,૨૯,૬૦૦/- ના પ્રોહી મુદ્દામાલ તથા પીક અપ વાહન સાથે પકડી પાડી તથા ઇગ્લીશદારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર એક (૧) આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી.તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંગ તથા અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શન તથા પેરોલ સ્ક્વોર્ડ, તાપીના અ.પો.કો. ધનજયભાઇ ઇશ્વરભાઈ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઈએ કામગીરી કરેલ છે.