વિદ્યા ગુર્જરી શાળાના વિદ્યાર્થીઓ સુમુલ દાણ ફેક્ટરીની શૈક્ષણિક મુલાકાતે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા ના ધોરણ-7 થી ધોરણ- 10 ના વિદ્યાર્થીઓને બાજીપુરા મુકામે આવેલ સુમુલ દાણ ફેક્ટરીની શૈક્ષણિક મુલાકાત યોજવામાં આવી.
સુમુક ડેરી દ્વારા શાળાને મુલાકાત માટે સવારે 10:00 કલાકનો સમય ફાળવવામાં આવેલ તે પ્રમાણે શાળાના વિદ્યાર્થીઓને સમયસર સુમુલ મુકામે પહોંચી ગયા. સુમુલમાં પ્રવેશની સાથે જ અધિકારીશ્રી યોગેશભાઈ લાડ દ્વારા શાળાને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ સાથે પરિચય મેળવ્યો. ત્યારબાદ પ્રવેશ દ્વાર પાસે જ સુમુલ દાણ ફેકટરીનું સમગ્ર મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાં શ્રી યોગેશભાઈ લા ડ દ્વારા વિદ્યાર્થીઓની બે ટૂકડીઓ કરી સૌને સમગ્ર દાણ ફેકટરીમાં કેવી રીતે પશુઓનો ગુણવત્તા યુક્ત ખોરાક બનાવવામાં આવે છે. તેની પ્રાથમિક સમજ આપવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓના પ્રશ્નોના તેમણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક જવાબ આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ આપ્યું આમ, આ અધિકારી સાથે બાળકો જોત-જોતામાં ઓત-પ્રોત થઈ ગયા અને શાળાની શૈક્ષણિક મુલાકાતનો બીજો તબક્કો શરૂ થયો. જેમા સૌપ્રથમ પશુ આહાર માટે બનાવવામાં આવેલી અધ્યતન લેબોરેટરીની મુલાકાત બાળકો દ્વારા લેવામાં આવી ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રાપ્ત થતા દાણના રો મટીરીયલની સમજ મેળવવામાં આવી સાથે જુદા- જુદા દાણના નમૂનાઓ પણ જોવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારબાદ સમગ્ર દાણ ફેકટરીની ફિલ્મ જોવાનો લાહવો પ્રાપ્ત થયો. આ પ્રસંગે તમામ દાણમાં વપરાતો પાવડરો અનાજ તથા ન્યુટ્રિશનનો ખ્યાલ રાખવા માટે વપરાતા વિવિધ પોષક તત્ત્વયુકત મટીરીયલ્સની સમજ પ્રાપ્ત કરી .
હવે શાળાની શૈક્ષણિક મુલાકાત અંતિમ તબક્કામાં પહોંચી બાળકોને ચા નો પણ સરસ લાભ મેળવ્યો. બાંગ્લાદેશથી આવતા કોથળા કેવી રીતે પ્રિન્ટ કરવામાં આવે છે તે પણ રસ પૂર્વક સમજ મેળવી વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા.
અંતે શાળાના આચાર્યશ્રી જયભાઈ વ્યાસ દ્વારા સુમુલ ફેકટરીના જનરલ મેનેજરશ્રી તથા કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને યાદગાર ગૃપ ફોટા સાથે શૈક્ષણિક મુલાકાતને વિરામ આપવામાં આવ્યો.