ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

0
IMG-20240704-WA0013
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઇને સંયુક્ત બાતમી આધારે વ્યારા કણઝા ફાટક દાદાજી સર્કલ બસ સ્ટેન્ડ પાસેથી ઉચ્છલ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- સંજયકુમાર સોહનલાલ તૈલી ઉ.વ.૨૮ રહે, પલસાણા રઘુકુળ રેસીડેન્સી, ઘર નં. ૨૫ સરીતાનગર ડેપોની સામે તા.પલસાણા જી.સુરત ને આજે તા.૦૪/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ. શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. રોનક સ્ટીવન્સન, પો.કો. અરૂણભાઇ જાલસીંગભાઇ, તથા પેરોલ/ફર્લો સ્કોડ-તાપીના પો.કો. ધનંજય ઇશ્વરભાઇ, પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other