સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ઉજવાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 1 જુલાઈ 2024 ના રોજ, સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરે અમારા હેલ્થકેર પ્રોફેશનલ્સ પ્રત્યે ખૂબ જ ઉત્સાહ અને કૃતજ્ઞતા સાથે ડોક્ટર્સ ડેની ઉજવણી કરી. આ દિવસ વિશ્વભરમાં ડોકટરો અને તબીબી વ્યાવસાયિકોના યોગદાનને માન આપવા માટે મનાવવામાં આવે છે જેઓ તેમના સમુદાયોની અથાક સેવા કરે છે. મા સરસ્વતી, માસ્ટર હેનિમેન અને સ્વ. ડૉ. વિરલ પુરોહિતને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉજવણીની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓ અને સ્ટાફ ડોકટરો દ્વારા સંબંધિત વર્ગખંડોમાં હેનેમેનિયન શપથ લેવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સીપાલ ડો.(શ્રીમતી) જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડો. ધ્રુણી ગવળી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
