તાપી જિલ્લાના સોનગઢ એસ.ટી. ડેપો ખાતે વય નિવૃત્ત થયેલ અગિયાર કર્મચારીઓનો એકસાથે વિદાય સમારંભ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લાના સોનગઢ એસ.ટી. ડેપો ખાતે પ્રમાણિક પણે ફરજ બજાવતા કુલ અગિયાર કર્મચારીઓનો તા: 30/06/2024 ના રોજ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો.

સોનગઢ એસ.ટી. ડેપોના 8 કંડકટર અને 3 ડ્રાઇવર મળી કુલ 11 કર્મચારીઓને ડેપો મેનેજરશ્રી, સોનગઢના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ કાર્યક્રમ આજે તા.01/07/2024 ના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ દ્વારા નિવૃત્ત થનાર કર્મચારીઓને શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સહ પ્રેમ ભેટ આપી, અને હવે પછી તેઓનું અમૂલ્ય અને અતુલ્ય જીવન તેઓના પરિવાર સાથે તંદુરસ્તમય સુખમય ગુજરે અને દરેક કાર્ય ક્ષેત્રે તેઆે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ સહીત તેઓને વિદાય આપવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *