ડોલારાના સરપંચે સ્વભંડોળમાંથી મુખ્યમંત્રી રાહતફંડમાં 51 હજારનો ફાળો આપ્યો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં ચાલી રહેલ કોવિડ ૧૯ મહામારીમાં જરુરત મંદોને સહાયરૂપ થવા માટે ગામલોકો તરફથી યથાશકિતથી મળેલ દાન રુ . ૪૦, ૪૭૩/ – ( જે ગ્રા . પં . સ્વભંડોળ સદરે જમા થયેલ છે) ઉપરાંત ગ્રામ પંચાયત તરફથી પોતાના સ્વભંડોળમાંથી રુ . ૧૦, ૬૩૮/ – મળી કુલ રૂ . ૫૧, ૧૧૧/ – મહામારીમાં મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી રાહતફંડમાં ફાળો આપવા મંજુરી માંગેલ તેમજ ગ્રા . પં . ડોલારાની ખાસ સામાન્ય સભા ઠરાવ નં . ૧ થી ગ્રામ પંચાયત સ્વભંડોળમાથી પ૧ , ૧૧૧ / – મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા સર્વાનુમતે ઠરાવી તાલુકા પંચાયતની મંજુરી મેળવતા, સરપંચશ્રીએ સ્વભંડોળમાંથી કુલ રૂ . પ૧ , ૧૧૧ / – મહામારીમાં મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો હતો.