મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ- ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી. અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસીંહ તથા પેરોલ ફર્લો સ્કોડના આ.પો.કો. હસમુખભાઇ વીરજીભાઇને સંયુકત રીતે બાતમી મળેલ કે, “ઉનાઇ નાકા પાસે મોહનભાઇ રબારી રહે.ભાટપુર ગામ તા.વ્યારા જી.તાપી જે શરીરે મજબુત બાંધાનો જેણે શરીરે સફેદ કલરનું લાંબી બાયનું શર્ટ તથા જામડીયા કાળા કલરનું પેન્ટ પહરેલ છે તેઓ કોઇ શંકાસ્પદ મોબાઇલ ફોન વગર બીલનો વેચવાની ફિરાકમાં ઉનાઇ નાકા તરફ આવનાર છે.” તેવી માહિતી આધારે વ્યારા ઉનાઇ નાકા પાસે આવતા બાતમીવાળો વ્યકિત હાજર મળી આવતા તેના કબ્જામા રાખેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા આરોપી- મોહનભાઇ વિરમાભાઇ રબારી ઉ.વ.૫૧ રહે.ભાટપુર ગામ નિશાળ ફળીયા તા.વ્યારા જી.તાપીની પાસેથી એક કાળા કલરનો રીયલમી કંપનીનો સી-૩૩ મોડેલનો મોબાઇલ ફોન જેનો IMEI NO 863570065065532 તથા 863570065065524 મળી આવતા તેની પાસેથી મોબાઇલ ફોનના બીલ કે કોઇ આધાર પુરાવા નહિ હોવાનું જણાઈ આવતા. આ મોબાઇલ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવતા મોબાઇલ ફોનની કિ.રૂ.૫,૦૦૦/- ગણી કબજે કરી પકડાયેલ આરોપીની અટક કરી વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મોબાઇલ ફોન ચોરીના ગુનાના કામે આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

(૧) એક કાળા કલરનો રીયલમી કંપનીનો સી-૩૩ મોડેલનો IMEI NO 863570065065532 તથા 863570065065524 डि.३.५,०००/-

શોધાયેલ ગુના-

વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ.એ.૧૧૮૨૪૦૦૧૨૪૧૧૩૭/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનાઓ રજીસ્ટર થયેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ ગણપતસીંહ રૂપસીંહ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભા તથા પો.કો.રોનક સ્ટીવન્સન તથા અ.પો.કોન્સ. અરૂણભાઇ જાલમસીંગ તથા પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. ધનંજયભાઇ ઇશ્વરભાઈ તથા પો.કોન્સ. હસમુખભાઇ વીરજીભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *