વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે સાગી લાકડા અને સીસમ ભરેલી પીકઅપનો પીછો કરી ડોસવાડા નજીકથી ઝડપી પાડી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ નાયબ વન સંરક્ષકશ્રી વ્યારા અને મદદનીશ વન સંરક્ષકશ્રી વ્યારાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ સાદડવેલ રેંજ ખાતે ખાનગી બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ સાથે રહી મોટા તારપાડાથી આમલગુંડી થી સરૈયા અને ડોસવાડા રોડ ઉપર ગેરકાયદેસર રીતે જંગલ ચોરીની પ્રવૃતિ કરી સાગી લાકડા ભરેલી પીકઅપ ગાડી નંબર GJ-06-AZ-2182  આખા રસ્તા ઉપર પીછો કરતાં ડોસવાડા નજીક ગાડીની અટક કરતાં સાગી લાકડા અને સીસમ ભરેલી હાલતમાં અટક કરી પકડી પાડેલ હતી, જેમાં આરોપી ડ્રાઈવર ગામીત જયેશભાઈ છનાભાઈ, રહે.મોટા તારપાડા, તા.સોનગઢ, જિ.તાપીને મુદ્દામાલ સહીત અટક કરી વધુ તપાસની કાર્યવાહી માટે સોનગઢ મુકામે લઈ જઈ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૪૧(૨)(બી) અને ૨૬(૧)(એફ) મુજબ તપાસ અઘિકારી વનપાલ ઉમરદા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાથ ઘરવામા આવી છે. નાયબ વન સંરક્ષકશ્રી તાપી અને મદદનીશ વન સંરક્ષકશ્રી તાપીનુ માર્ગદર્શન મેળવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

(૧) સાગી લાકડા નંગ.૨૭, ઘ.મી. ૨.૦૧૪.

(૨) સીસમ નંગ.૦૧, ઘ.મી.૦.૦૮૮

(૩) મહિન્દ્રા પીકઅપ ગાડી નંગ.૦૧, વાહન નંબર GJ-06-AZ-2182

કુલ મુદ્દામાલની અંદાજીત કિંમત રૂા.૪,૪૧,૩૫૦/-

પકડાયેલ આરોપી

(૧) ગામીત જયેશભાઈ છનાભાઈ, રહે.મોટાતારપાડા, તા.સોનગઢ, જિ.તાપી

ફરાર આરોપીઓ

(૧) ઈકબાલ શેખ, આરીફ અને અન્ય બે ઈસમો તથા તપાસમાં આગળ નામ ખુલે એવા તમામ આરોપીઓ.

કામગીરી નીચે મુજબના અધિકારી/કર્મચારીઓ અને સ્ટાફના મિત્રોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરી હતી.

(૧) શ્રી સી.કે.આજરા, રેંજ ફોરેસ્ટ ઓફિસર, સાદડવેલ રેંજ.

(૨) શ્રી વી.પી.ગામીત, રાઉન્ડ ફોરેસ્ટર ઘુટવેલ.

(૩) શ્રી એન.કે.ગામીત, રાઉન્ડ ફોરેસ્ટર ઉમરદા.

(૪) શ્રીમતી રીનાબેન એસ.ચૌઘરી, રાઉન્ડ ફોરેસ્ટર બાલપુર.

(૫) શ્રી એચ.એમ.ઝુંઝા, વનરક્ષક મેઢા.

(૬) શ્રી એલ.એ.ગામીત, વનરક્ષક કપડબંધ.

(૭) શ્રી એમ.એચ.ચૌહાણ, વનરક્ષક ઉમરદા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other