શ્રી રામ તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ૧૦૦ દિવસના કાઉન્ટ ડાઉનના ભાગરૂપે યોગ પ્રોટોકોલ શિબિર યોજાયો
ફક્ત ૨૧ જૂન સુધી જ યોગ સીમિત ન બનતા યોગને આજિવન જીવનમાં ઉતારી સ્વાસ્થ્ય જીવન માટે પ્રોત્સાહન પૂરું પાડતા- જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ
–
૭૦૦થી વધુ યોગરસિકો યોગ શિબીરમા ઉત્સાહભેર જોડાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત શ્રી રામ તળાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત ૧૦૦ દિવસનાકાઉન્ટ ડાઉનના ભાગરૂપે યોગ શિબિર યોજાયો હતો. આ શિબિરમાં કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી તાપી જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહ હાજર રહીને યોગ સાધકોમાં ઉત્સાહ વધાર્યો હતો.
યોગ લોકોના જીવનનો ભાગ બને અને લોકો તંદુરસ્ત બને એવો સરકારશ્રીનો અભિગમ દર્શાવતા તાપી જિલ્લા સહિત વ્યારા નગરજનોને જ્ણાવ્યું હતું કે ફક્ત 21 જૂન સુધી જ યોગ સીમિત ન બનતા યોગને આજિવન જીવનમાં ઉતારી સ્વાસ્થ્ય જીવન માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાઉથ ઝોન કોઓર્ડીનેટર શ્રીમતિ પ્રીતિબેન પાંડે એ યોગ શિબિરનું સંચાલન કર્યું હતું. આજના યોગ પ્રોટોકોલમાં તાપી જિલ્લાનાં ૭૦૦થી વધુ યોગ રસિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને સમગ્ર આયોજનમાં જિલ્લા કોઓર્ડીનેટરશ્રી મનેશભાઈ વસાવા અને તાપી જિલ્લા કોચ શ્રીઓ શ્રીમતિ જ્યોતિબેન મહાલે, શ્રી ઉમેશભાઈ તામસે, શ્રી શાલીગ્રામભાઈ પાટીલ, શ્રી રાધિકાબેન વળવી, શ્રીમતિ રેખાબેન પાડવી, તાપી જિલ્લા કોર કમિટીનાં સભ્યો શ્રીરાકેશભાઈ મહાલે સહીત વ્યારા તાલુકાની ટિમે જહેમત ઉઠાવી સફળતા મેળવી હતી.
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામિત, પ્રાંત યુવા વિકાસ અધિકારી મિત ચૌહાણ, શ્રી કરણભાઈ રાણા આર.આર.એસ. વ્યારા નગર કાર્યવાહ, પ્રતીક મેડિકલ એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (ભીખીબા કેમ્પસ) ફિઝિયોથેરાપી બાજીપુરા, શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કૉલેજ વ્યારાના સ્ટુડન્ટ, આંગણવાડી વર્કર વ્યારા, DLSS વ્યારાના સ્ટુડન્ટ, વ્યારા નગરપાલિકાનાં વર્કર, અજય જનકરાય નર્સિંગ કૉલેજ ઇન્દુ સહિત વ્યારા નગરવાસીઓઆ યોગ શિબીરમાં જોડાયા હતા.
000