તાપી જિલ્લામા અનુસૂચિત જાતિની ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયની છાત્રાઓને આર્થિક સહાય ચૂકવાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૦: તાપી જિલ્લામાં “કોરોના”ને કારણે જાહેર કરાયેલા “લોકડાઉન” દરમિયાન જિલ્લામા કાર્યરત અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હસ્તકના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને આર્થિક સહાય ચુકવવામાં આવી છે.

વ્યારા સ્થિત અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી તરફથી મળેલી વિગતો અનુસાર, વ્યારાના ”જ્યોતિધામ કન્યા છાત્રાલય”ની વિધાર્થીનીઓને “લોકડાઉન” પુર્વેથી જ પોતપોતાના ઘરે મોકલી આપવામાં આવી હતી. આ કન્યાઓને “લોકડાઉન”ના સમયમા આર્થિક મદદ મળી રહે તેવા ઉમદા આશયથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી દ્વારા રાહત પેકેજ જાહેર કરાયુ હતું.

જે મુજબ તાપી જિલ્લાની ૧૧ કન્યાઓને ડીબીટી પધ્ધતિ મુજબ તેમના બેંક એકાઉન્ટમા, એક કન્યા દિઠ ₹ ૧૫૦૦/- મુજબ કુલ ૧૧ કન્યાઓને કુલ ₹ ૧૬.૫૦૦/- આર્થિક ચુકવવામા આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other