વાલોડમાં બનેલ મોબાઇલ ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઇન્યા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.સબ.ઇન્સ એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પૈકી હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વાલોડ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુનામા ચોરી થયેલ મોબાઇલ ફોન કાળા કલરનો સેંમસંગ કંપનીનો મોબાઇલ ફોન, જે સુનીલકુમાર પ્રજાપતિ રહે.કલકવા તા.ડોલવણ જી.તાપી વેચવાની ફિરાકમાં છે. અને તે હાલમાં બુહારી સર્કલ પાસે ઉભો છે. અને તેણે શરીરે રાખોડી કલરનુ શર્ટ અને કમરે કાળા કલરનું જીન્સ પેન્ટ તેમજ માથા ઉપર ટોપી પહેરેલ છે. તેવી માહીતી આધારે તપાસ કરતા સુનીલકુમાર કેસરચંદ પ્રજાપતિ ઉ.વ.૨૮ રહે.કલકવા કણબી ફળીયુ તા.ડોલવણ જી.તાપી મુળ રહે. વોર્ડ નં.૨૦ બિસાઉ ગામ, તા.જી. ઝુનઝુનુ રાજસ્થાનનાને વાલોડ તાલુકાના બુહારી સર્કલ પાસેથી મોબાઇલ ફોન ચોરીના ગુનામા ચોરીમાં ગયેલ કાળા કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ મોડલ નં.સેમસંગ A03 COR નો કિ.રૂ.૫૦૦૦/- નાની સાથે ઝડપી પાડી વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપી વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી અર્થે વાલોડ પો.સ્ટે.ને સોંપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ :- (૧) એક કાળા કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ મોડલ નં.સેમસંગ A03 COR નો કિ.રૂ.૫૦૦૦/-
કામગીરી કરનાર ટીમ :- ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી તથા પો.સ.ઇ. એન.એસ.વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રરૂપસિહ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ વિગેરેએ કામગીરી કરેલ છે.