લગ્નેત્તર સંબંધ બાદ પતિ પત્નીના ઝગડામાં સુખદ સમાધાન કરાવતી અભયમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પતિના અન્ય સ્ત્રી સાથેના લગ્નથી ત્રસ્ત પરણિતાએ પોતાનું લગ્ન જીવન બચાવવા 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરેલ જેથી તાપી વ્યારા અભયમ રેસક્યું ટીમ સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સિલગ દ્વારા પતિને ભૂલનો અહેસાસ કરાવતા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ.
મળતી માહિતી વ્યારા તાલુકાના કાટાસવાણ ગામમાંથી પીડિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈનમા કોલ આવેલ કે 4 વર્ષના લગ્નજીવન દરમિયાન એક બાળક છે, મારા પતિનું અન્ય સ્ત્રી સાથે સંબંધ છે જેથી લગ્નજીવન ખોરંભે પડેલ છે જેમાં મદદરૂપ બનવા વિનંતી કરી હતી.
અભયમ કાઉન્સિલર દ્વારા પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરેલ પત્ની અને બાળક હોવા છતાં લગ્ન બહારના સબંધો રાખવા જે ગુનો બને છે, જે વિશે સમજ આપેલ તેમજ કાયદાકીય સમજ આપી, સામાજીક અને કાયદાકિય જવાબદારીનું ભાન કરાવેલ. પીડિતાના પતિ પીડિતાને રાખવા માટે ના પડતા આગળ કાર્યવાહી માટે મહિલા પો.સ્ટે.માં અરજી અપાવેલ છે આગળ કાર્યવાહી મહિલા પોસ્ટે દ્વારા થશે.
પરણિતા ને મળેલ મદદ બદલ અભયમ ટીમનો પીડિતાએ આભર માન્યો હતો.