ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ બાઇક તથા બાઈકચોરને પકડી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ. તા- ૧૧/૦૬/૨૦૨૪ ના રોજ કરશનભાઇ રંગાભાઇ ગામીત, રહે. ચાંપાવાડી ગામ, તા.સોનગઢ જી.તાપીએ પોતાની મો.સા. સોનગઢ સરકારી દવાખાનાની પાર્કિંગની જગ્યા ઊપરથી ચોરીમા ગયેલ હોવા અંગે ફરીયાદ આપી હતી અને સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સોનગઢ પો.સ્ટે.ના અ.હે.કો. અનિલભાઇ રામચંદ્રભાઈ તથા આ.હે.કો. પ્રવિણભાઇ ભરતભાઇને તેઓના અંગત ખાનગી વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે, સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ મો.સા. ચુનિલાલભાઇ શિંગાભાઇ ગામીત, રહે-વાઝરડાએ ચોરી કરેલ છે અને આ મો.સા. તેના ઘરના પાછળના ભાગે છુપાવી મુકેલ છે. જેથી એ જગ્યાએ રેડ કરી ચોરીમા ગયેલ મો.સા. ને રીકવર કરેલ છે. તથા ચોર ઇસમને પકડી પાડેલ છે. આમ વાહન ચોરીનો ભેદ ઉકેલાઇ જવા પામેલ છે. તથા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. તથા ચોરીમાં ગયેલગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તથા ગુનાની આગળની તપાસ શ્રી અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.
આરોપીનું નામ સરનામુ:-
►ચુનિલાલભાઇ સિંગાભાઇ ગામીત, ઉ.વ.૪૨, રહે.વાઝરડા ગામ, વડ ફળીયુ, તા.સોનગઢ, જી.તાપી.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ટીમ:-
1. PI ડી.એસ.ગોહિલ, સોનગઢ પો.સ્ટે.
2. PI એમ.એમ. ગિલાતર, સોનગઢ પો.સ્ટે.
3. PSI કે.આર. પટેલ, સોનગઢ પો.સ્ટે.
4. UHC અનિલભાઈ રામચંદ્રભાઈ.
5. AHC પ્રવિણભાઇ ભરતભાઇ.
6. UHC દશરથભાઇ ભુપતભાઇ.
7. UPC રાજીશભાઈ ગોપાળભાઇ.
8. UPC ગોપાલભાઇ કાળુભાઇ.
9. UPC પિયુશભાઇ રામુભાઇ.
10. UPC અર્જુનભાઇ નારાયણભાઇ.