પર્યાવરણ જાગૃતિનો સંદેશો લઈ સાઈકલયાત્રા પર નીકળેલ પપ્પુ ચૌધરીનું રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા સ્વાગત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રોટરી ક્લબ ઓફ નાગોર, રાજસ્થાનનાં સુપર સાયકલિસ્ટ, રોટરીયન પપ્પુ ચૌધરીનું રોટરી ક્લબ, અંકલેશ્વર તરફથી પ્રેસિડેન્ટ ઘનશ્યામ ગજેરા, સેક્રેટરી પ્રતિક માવાણી, રો.બિપીન ઢોલરિયા અને રો.મોહન જોશી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પપ્પુભાઈ, આજનાં આ ગ્લોબલ વોર્મિંગનાં કપરા સમયમાં ખૂબજ જરૂરી એવી પર્યાવરણની જાળવણીની જાગૃતતા માટે 60,000 કિમીની સાયકલયાત્રા પર નીકળેલ છે. જે પૈકી તેઓ 22,000 કિમી સફર કરી 5000 જેટલાં છોડનું રોપણ કરી ચૂકેલ છે. આવા વ્યક્તિત્વને પ્રોત્સાહન પૂરું પાડવા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તરફથી રેવા અરણ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથેજ આ સંદેશવાહકની રહેવા જમવાની સુગમ વ્યવસ્થા અત્રે કરી આપવામાં આવી હતી.
