સોનગઢ પોલીસ સ્ટેશનના પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240606-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા નોકરી પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ તથા અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સોનગઢના નવા આર.ટી.ઓ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન મા નોંધાયેલ પશુ હેરાફેરીના ગુન્હામાં સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- ઇદરીશ કલીમ શાહ ઉ.વ.૩૨ રહે.નવાપુર ઇસ્લામપુરા તા.નવાપુર, જી.નંદુરબાર (મહા) ને આજરોજ તા.૦૬/૦૬/૨૦૨૪ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ,  અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તમામની નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other