સોનગઢની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મતગણતરી મથકની ચારેયબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સેલ્યુલર/મોબાઈલ ફોન કે વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધઃ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ,તા.૩૦ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાયેલ મતદાનની મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ જિ.તાપી ખાતે રાખવામાં આવેલ છે. આ સ્થળે તાપી જિલ્લાના તથા આસપાસના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની શકયતા છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,આર.આર.બોરડ, (જી.એ.એસ.), તાપી-વ્યારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

જાહેરનામા મુજબ તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૦૪:૦૦ કલાકથી મતગણતરીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી મતગણતરી મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, સભા બોલાવવા, સરઘસ કાઢવા કે ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ હથિયાર, મોબાઈલ ફોન, વાયર-લેસ, કોડલેસ કે સંદેશા વ્યવહારના કોઈપણ સાધનો કે વાહન લઈ જવા અને પાર્ક કરવા કે કોઈપણ વ્યકિતએ બાકસ (દિવાસળીની પેટી),લાઈટર,ગેસ કે અન્ય આગ લગાડી શકાય તેવી વસ્તુ લઈ જવા ઉપર તથા વિજય સરઘસ દરમિયાન જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતે જાહેર રસ્તાઓ ઉપર ફટાકડા ફોડવા નહી. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other