“કોરોના” વિષયક તાપી જિલ્લાનું અપડેટ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા; 18; તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદભાઈ પટેલ તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં તા.18 4 2020 સુધી જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 134 “કોરોના” ના સેંપલો લેવામાં આવ્યા છે. જે પૈકી તમામ 134 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ, આજ દિન સુધી જિલ્લામાં એક પણ પોઝેટિવ કેસ નોંધાયેલ નથી.
જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેક્ટર શ્રી આર.જે.હાલાનીના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં આરોગ્યકર્મીઓ સહિત, પોલીસ વિભાગ, નગરપાલિકાના કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોના અધિકારી/કર્મચારીઓ સતત તેમની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પ્રજાજનોને લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરવા, અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સલામતી માટેના તમામ પગલાઓ લેવા માટે પણ, ડો. પટેલે સૌને અનુરોધ કર્યો છે.
તાપી જિલ્લામાં હોમ કોરોન્ટાઇન હેઠળ રખાયેલા વ્યક્તિઓ :
પાટી : ૪૬
આનંદપુર : ૧૫
કુલ : ૬૧
–