ડાંગ જિલ્લાનાં સરહદીય પંથકોમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને બરફનાં કરા પડતા જગતના તાતની ચિંતા વધી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : હાલમાં સમગ્ર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ઋતુચક્રનાં મૌસમે ભરઉનાળે ત્રિવેણી સંગમ રચતા લોકો પણ વિમાસણમાં મુકાયા છે. ત્યારે ગતરોજ સાપુતારા, આહવા ,વઘઈ, શામગહાન સહિત આસપાસનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જોરદાર વાવાઝોડાની સાથે બરફનાં કરા પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ સ્થિતિમાં જગતનો તાત એવા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો. તેમજ આજરોજ સોમવારે તાપી – ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તાર સહિત વઘઇ પંથકમાં પણ બરફના કરા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હોવાની વિગતો મળી રહી છે. ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે સતત બીજા દિવસે પણ સમગ્ર ડાંગ જિલ્લામાં ગાજવીજ તથા કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. જે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અમુક ઠેકાણે કમોસમી વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા, આહવા , શામગહાન સહિતના આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરબાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. તેમજ તાપી અને ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તારમાં તથા વઘઇ પંથકમાં બરફના કરા અને વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર ડાંગ જિલ્લામાં અને તાપી જિલ્લાના સરહદીય વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે સતત બીજા દિવસે ગરમીથી લોકોને રાહત મળી હતી. તેમજ ભર ઉનાળે ચોમાસા જેવી ઋતુની પ્રતીતિ થઈ હતી. જોકે સતત બે દિવસથી ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવવાને કારણે જગતનો તાત એવા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. તેવામાં ડાંગ જિલ્લામાં સતત વાતાવરણ પલટો આવતા અને કમોસમી વરસાદની સ્થિતિ યથાવત રહેતા ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other