ABVP તાપી જિલ્લા દ્વારા વિદ્યાર્થિઓને શિષ્યવૃત્તિ ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટુ છાત્ર સંગઠન છે, જે છેલ્લા ૭૫ વર્ષથી શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે સમસ્યાઓ ને લઇને સાર્થક તથા સફળ હાસ્તક્ષેપ કરતુ આવ્યું
છે, ABVP ને આટલા વર્ષોમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષણવેદો નો સહકાર પ્રાપ્ત થયેલ છે.
તાપી જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને સરકાર દ્વારા સહાય આપવામાં આવતી શિષ્યવૃત્તિ આખું વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવા છતા હજી સુધી મળેલ નથી જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ નિવાસી અધિકારી કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ ઝડપી ધોરણે વિદ્યાર્થીઓને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
જેમાં ABVP તાપી જિલ્લા વિસ્તારક સિદ્ધાર્થ યાદવ, ABVP નગર સહમંત્રી અભિષેક ત્રિવેદી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા અધ્યક્ષ મિતુલ ગામીત ઉપસ્થિત રહ્યા હતા.