વ્યારા પોલીસ સ્ટેશનના પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240503-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપીએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારા મગદુમનગર દાદાજી સર્કલ પાસેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પશુ હેરાફેરીના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- ગનીભાઈ પીરૂભાઈ મુલતાની ઉ.વ.૫૫ હાલ રહે વાલોડ પોલીસ લાઈનની બાજુમાં તા.વાલોડ જી.તાપી મુળ રહે.ઝંખવાવ મુલતાની વાસ તા.માંગરોળ જી.સુરતને તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈ તમામ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈ નોકરી પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other