કાકરાપાર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240503-WA0002
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ, એલ.સી.બી.ના પોલીસ માણસો સાથે ફરજ પર હાજર હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવનશનભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સુરત શહેર દિલ્હી ગેટ પાસેથી કાકરાપાર પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો- ફરતો વોન્ટેડ આરોપી- મુકનસીંગ જયસીંગ સોઢા ઉ.વ.૪૩ રહે. ૨૮, રતનજી નગર, એ.કે.રોડ, વરછા સુરત મુળ રહે. મીંથુડા તા.સીવાના જિ.બાડમેર (રાજસ્થાન) ને તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈ તથા આ.પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઈ તમામ નોકરી એલ.સી.બી. તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other