ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકનો દારૂનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

0
IMG-20240502-WA0001
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જિલ્લા પોલીસ વિભાગ કટિબદ્ધ બન્યુ છે. ડાંગ જિલ્લા એસ.પી. યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલનાં માર્ગદર્શન હેઠળ સુબીર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુબીર પોલીસ મથકે દારૂના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી શ્રીરામ મોતીરામ બાબર ( રહે.સાક્રી તા.સાક્રી જી.ધુલીયા મહારાષ્ટ્ર) ઝાખરાઇબારી ચેક પોસ્ટ પાસે જોવા મળેલ છે. જે બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્ર રાજયની બોર્ડર વિસ્તાર ઝાખરાઇબારી ચેકપોસ્ટ ખાતેથી સુબીર પોલીસ મથકે દારૂના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી શ્રીરામ મોતીરામ બાબરની અટકાયત કરી હતી. તેમજ આરોપીની અટકાયત કરીને સુબીર પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *