રેન્જ આઈ.જી. અને સુરત જિલ્લા પોલીસ વડાએ માંગરોળ અને ઉમરપાડાની મુલાકાત લીધી
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા માંગરોલ) : માંગરોળ અને ઉમરપાડા તાલુકાની રેન્જ આઇ જી રાજકુમાર પાંડિયન અને સુરત જિલ્લા પોલીસ વડા અશોક મુનીયા એ મુલાકાત લઈ બંને તાલુકાની બોડરો સીલ કરાવી નવી ઉભી કરાયેલ ચેક પોસ્ટનો નિરીક્ષણ કર્યું હતું તેમજ આવશ્યક સેવા સિવાય જિલ્લા બહારથી આવતા વાહનો અને લોકોની પ્રવેશબંધી કરવા કડક સુચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. માંગરોળ અને ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપરના નર્મદા અને ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા સુરત જિલ્લા પોલીસ વડા અશોક મુનિયાએ સ્થાનિક પોલીસ તંત્રને બોર્ડરો સીલ કરવાની સૂચના આપી નવી ચેકપોસ્ટ ઉભી કરાવી હતી ઉપરોકત ચેકપોસ્ટ નિરીક્ષણ કરવા માટે ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ. જી. રાજકુમાર પાંડિયન અને જિલ્લા પોલીસ વડા અશોકકુમાર મુનિયા અને નાયબ પોલીસ વડા. સી.એમ. જાડેજા સહિત પોલીસ અધિકારીઓ કાફલા સાથે આવી પહોંચ્યા હતા. ઉમરપાડા ની કુલ ૨૨ જેટલી ચેકપોસ્ટો અંગે તેમણે માહિતી મેળવી હતી તેમજ આવશ્યક સેવા સિવાય તમામ અવ ર જવર પર પ્રવેશબંધી કરવાની સૂચના આપી હતી વધુમાં તેમણે ઉમરપાડા પોલીસને કડક લોક ડાઉન નો અમલ કરી લોકડાઉન નુ પાલન ન કરના રા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી ત્યારબાદ માંગરોળ તાલુકાના લવેટ ગામે નવી ઉભી કરાયેલ ચેકપોસ્ટની રેન્જ આઈ.જી મુલાકાત લીધી હતી અને ભરૂચ જિલ્લામાંથી સુરત જિલ્લામાં આવતા લોકોને પ્રવેશબંધી કરવા સૂચના આપી હતી