વ્યારા તાલુકાનાં ચાંપાવાડી અને ચિખલી ગામનાં સ્વ સહાય જૂથોનાં કુલ-૩૦૦ જેટલા બહેનોને મતદાન અંગે જાગૃત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ યોજાનાર છે આ ચુંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે હેતુસર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે. ચુંટણીમાં નવા મતદારો, યુવાનો, મહિલાઓ વધુમાં વધુ પોતાની ભાગીદારી નોંધવે તે માટે તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીની મિશન મંગલમ યોજના અંતર્ગત વ્યારા તાલુકાનાં ચાંપાવાડી અને ચિખલી ગામનાં સ્વ સહાય જૂથોનાં કુલ-૩૦૦ જેટલા બહેનોને મતદાન અંગે જાગૃતિ તે માટે મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત મતદાન જાગૃતિ અંગે ક્વીઝ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યુ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ બહેનોને મતદાન અવશ્ય મતદન કરીશું ના શપથ ગ્રહણ કર્યા હતા.
0000