વ્યારા મતવિસ્તારના કુલ ૧૩૧૯ અધિકારી-કર્મચારીઓનો ચૂંણીલક્ષી તાલીમ વર્ગ યોજાયો
જે.બી.એન્ડ એસ.એ.હાઈસ્કૂલ વ્યારા ખાતે યોજાયેલ તાલીમ વર્ગનું જિલ્લા ચૂટણી અધિકારી અને તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે નિરિક્ષણ કરી જરુરી માર્ગદર્શન પુરું પાડ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ની ચૂંટણી કામગીરી માટે નિયુક્ત થયેલ ૧૭૧ વ્યારા(અ.જ.જા.) મત વિસ્તારના કુલ ૧૩૧૯ પ્રિસાઈડીંગ અને આસી. પ્રિસાઈડીંગ ઓફીસર, પોલીંગ અને ફીમેલ પોલીંગ ઓફીસર, ઝોનલ અને આસી.ઝોનલ ઓફીસરશ્રીઓની જે.બી.એન્ડ એસ.એ.હાઈસ્કૂલ વ્યારા ખાતે બે દિવસિય ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ હતી.જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તાલીમવર્ગનું નિરિક્ષણ કરી જરુરી માર્ગદર્શન પુરું પાડ્યું હતુ.
આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનરો દ્વારા અધિકારીઓને મતદાનના દિનની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની માહિતી અપાઈ હતી. પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે માહિતી પુરી પાડવામાં આવી હતી.
તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી બબતે જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલા વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે, તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
0000